લોમસ ઝા/બસ્તી: દક્ષિણ ભારતીય રાજ્યોમાં સક્રિય રહેલા બે આતંકીઓ ઉત્તર પ્રદેશમાં ઘૂસ્યા હોવાની જાણકારી ગુપ્તચર એજન્સીઓને મળી છે. ઈન્ટેલિજન્સ એજન્સીઓનું માનીએ તો આ આતંકીઓ ઉત્તર પ્રદેશના નેપાળ સરહદને અડીને આવેલા જિલ્લાઓમાં હોઈ શકે છે. ગુપ્તચર એજન્સીઓએ કહ્યું કે આતંકીઓ ભારતીય સરહદ પાર કરીને નેપાળમા ઘૂસવાની  ફિરાકમાં છે. સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે અને આતંકીઓની શોધ ચાલુ છે. નેપાળ સરહદને અડીને આવેલા જિલ્લાઓ જેમ કે ગોરખપુર, સિદ્ધાર્થનગર, કુશીનગર અને મહારાજગંજ વગેરેમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઈન્ટેલિજન્સ એજન્સીઓએ જણાવ્યું કે છેલ્લે આ બંને આતંકીઓ પશ્ચિમ બંગાળના સિલીગુડીમાં જોવા મળ્યા હતાં. તેમની ઓળખ ખ્વાજા મોઈનુદ્દીન અને અબ્દુલ સમદ તરીકે થઈ હતી. મોઈનુદ્દીનને સપ્ટેમ્બર 2017માં રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)એ ચેન્નાઈથી પકડ્યો હતો. ખ્વાજા મોઈનુદ્દીન આંતરરાષ્ટ્રીય આતંકી સંગઠન આઈએસઆઈએસ સાથે જોડાયેલો છે અને દક્ષિણ ભારતીય રાજ્યોમાં સક્રિય રહ્યો છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....